મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.

અનાવિલો વિષે કવિ શ્રી "ઉશનસ" એમની સુંદર કવિતા દ્વારા

પાનું -૨ -બકુલાબેન દેસાઈ ઘાસવાલા

કવિતા

હું અનાવલિ ને મારી બોલી અનાવિલ :

બાર ગાઉએ બોલી બદલાય તેમ બોલી મારી અનાવિલ

વાપીથી તાપીમાં બદલાતીને બોલાતી કેટકેટલી અનાવિલ

પણ ઉં* તો એડીચોટીથી આકંઠ અનાવલિ તે અનાવલિ

નિર્ દોસ* ને નિસ્પાપ* એમ ઓરખાય તે અનાવિલ

પણ ભરમસાટ બોલે ને બોલથી ના ફરે તે અનાવિલ

એવી જ દેહણ જે બી’ * બોલી તે બોલી ને કદી ના બીધી

જે છેડે તેને પાણીથી પાતરો* કરે ને લાગ આવે દાવ આપે

આગરપાછર* ઈસાબકિતાબ* પૂરા કરે તે દેહણ જ ઓય*

હૈયે તે હોઠે ને જે કીધું તે હામે* કે’ઈ પાઈડું* તે જ હાચી* દેહણ

કામને ખાઈ જાય ને કામના કોટને પોંચી વરે તે હાચી દેહણ

જા, જા, અવે* કોની માએ હવા હેર હૂંઠ ખાધેલી છે એમ

લલકારી ને હામે* અંફાવે* તે જ હાચી દેહણ ને દેહણ

અનાવલિ કે’વ કે ભાઠલી જાત ઝરકાવે* તે જ હાચી દેહણ

હામે* તીન પચ્ચીનો તાલેવાન ઓય* તો’ બી પોંચી* વરે*

જેને બોચી પર આંખ ને જીબે* કાતર!

પણ પે’લાં ખખડાવે ને પછી ખવડાવે

- તે જ હાચી દેહણ!

: અનાવિલ સ્ત્રીઓની લાક્ષણિકતા અને મિજાજને પ્રગટ કરતું કાવ્ય:

આ બકુલિકા દરેક દેહણને નામ:

બકુલા ઘાસવાલા

પાનું -૩ બકુલાબેન દેસાઈ ઘાસવાલા

કવિતા

હું અનાવલિ ને મારી બોલી અનાવિલ :

બાર ગાઉએ બોલી બદલાય તેમ બોલી મારી અનાવિલ

વાપીથી તાપીમાં બદલાતીને બોલાતી કેટકેટલી અનાવિલ

પણ ઉં* તો એડીચોટીથી આકંઠ અનાવલિ તે અનાવલિ

નિર્ દોસ* ને નિસ્પાપ* એમ ઓરખાય તે અનાવિલ

પણ ભરમસાટ બોલે ને બોલથી ના ફરે તે અનાવિલ

એવી જ દેહણ જે બી’ * બોલી તે બોલી ને કદી ના બીધી

જે છેડે તેને પાણીથી પાતરો* કરે ને લાગ આવે દાવ આપે

આગરપાછર* ઈસાબકિતાબ* પૂરા કરે તે દેહણ જ ઓય*

હૈયે તે હોઠે ને જે કીધું તે હામે* કે’ઈ પાઈડું* તે જ હાચી* દેહણ

કામને ખાઈ જાય ને કામના કોટને પોંચી વરે તે હાચી દેહણ

જા, જા, અવે* કોની માએ હવા હેર હૂંઠ ખાધેલી છે એમ

લલકારી ને હામે* અંફાવે* તે જ હાચી દેહણ ને દેહણ

અનાવલિ કે’વ કે ભાઠલી જાત ઝરકાવે* તે જ હાચી દેહણ

હામે* તીન પચ્ચીનો તાલેવાન ઓય* તો’ બી પોંચી* વરે*

જેને બોચી પર આંખ ને જીબે* કાતર!

પણ પે’લાં ખખડાવે ને પછી ખવડાવે

- તે જ હાચી દેહણ!

: અનાવિલ સ્ત્રીઓની લાક્ષણિકતા અને મિજાજને પ્રગટ કરતું કાવ્ય:

આ બકુલિકા દરેક દેહણને નામ:

કવિતા - હું અનાવિલ છું

હેમાંગ નટવરલાલ નાયક

પાનું -4

મને છંછેડતા નહીં, યાદ રાખો, હું અનાવિલ છું,

જરા સંભાળજો, આવે ન વારો, હું અનાવિલ છું.

મળી તાલીમ એવી જન્મથી ટટ્ટાર રહેવાની,

પડે તકલીફ ઝુકતાં ખૂબ યારો, હું અનાવિલ છું.

વધ્યો સંઘર્ષ તો હું શ્વાસ લેવા બે ઘડી બેઠો,

દયા ખાતાં ન સમજીને બિચારો, હું અનાવિલ છું.

કરું આનંદ હું મહેફિલની થઈને આગવી રોનક,

ને એકલતામાં માણું સાથ મારો, હું અનાવિલ છું.

મેં મારાં ઈષ્ટ પાસે વારસો તાંડવનો માંગ્યો તો,

મગજનો એટલે ઊંચો છે પારો, હું અનાવિલ છું.

- હેમાંગ નાયક -

[25/07, 13:03] Hemangbhai Writer Naik: હેમાંગ નટવરલાલ નાયક

મૂળ વતન : વાપી

હાલ : વાપી

ગઝલ લેખન ક્ષેત્રે પ્રવૃત

પાનું-5

ખોવાયું છે મારું ગામડું

શ્રીમતી મમતા તેજસ નાયક

શ્રી ગણેશાય નમઃ

મારી કવિતા(મમતા તેજસ નાયક )

ખોવાયું છે મારું એ રૂડું ગામડું

આમ તો પ્રભુ આભાર માનુ તારો,

દીધો જનમ મને અનાવિલ કુળમાં,

પણ એક ફરિયાદ મુજને,

ખોવાયું છે મારું પહેલાનું રૂડું ગામડું...

ક્યાં છે મારા પ્રાણથીયે વ્હાલા પ્રિયજનો,

દાદા દાદી ને આજા આજી,

“સુખી રહેજે દીકરા” કહી આશીર્વાદ આપતા,

ખોવાયા છે એ બોખા મોઢે હસતાં વડીલો,

પોઢી ગયા એ તો ચીર નિંદ્રામાં,

ખોવાયું છે...

ક્યાં છે એ કોઢ, ગમાણ અને ઢોર -છાપરી,

રહેતી એમાં કાબરી ને કપિલા ગાય,

સાથે હતી બે ધોળા બળદની જોડ,

ખોવાઈ છે એમની ગાલ્લીની સવારી ને ખોવાયું પશુધન,

એ તો છે સમયની બલિહારી,

ખોવાયું છે...

ક્યાં છે એ વડ ની વડવાઈઓ,

ક્યાં છે એ બાળપણના નિર્દોષ મિત્રો,

ખોવાઈ છે આંબા, આમલી -પીપળીની રમત ને હિચકો,

ખોવાયું છે....

ક્યાં છે એ ગામની નિશાળ, ભણાવતાં એમાં મેતી ને માસ્તર,

વાગતી એમની સોટી ચમચમ ને વિદ્યા આવતી ઘમઘમ,

ખોવાયા છે પાટી ને પેન, સાથે ખોવાયા છે વિનય ને વિવેક,

ખોવાયું છે...

ક્યાં છે એ ભર્યા ભાદર્યા કુટુંબ,

સુંદર પેઢી ને ઉંચા ઓટલા, દીવાને પ્રકાશે શોભતા એ ગોખલા,

ખોવાયા છે એ ચોકના ખાટલા, સુઈ એમાં ગણતા નભના તારલાં,

ખોવાયું છે.....

ક્યાં છે એ ધુમાડા કરતા ચૂલા ને સગડી,

બનતી એમાં મઘમઘતી સોડમવાળી રસોઈ,

ખોવાયા છે પૂડા, પાત્રા ને પાનકી,

માણવા ઓછી મળે છે એ મિજબાની,

ખોવાયું છે....

ક્યાં છે કુવા પાસેની પથ્થરની હેલ,

સૂના છે નહેર, નદી ને તળાવ,

ખોવાયા છે લીલીછમ વાડી, ને વડ, પીપળો ને ઉંબરો, સાથે ખોવાયા

મંટોળુ ને ઢેફાં,

ખોવાયું છે....

ક્યાં છે આરતી ટાણેનો મંદિરનો ઘંટારવ, ધૂપ દીપ ને ભજન કરી રોજ લેતા આશિષ,

ખોવાઈ ગયાં છે, ભક્તિના એ સંસ્કાર, લાગે બધું સૂનકાર,

ખોવાયું છે...

ખુબ શોધ્યું, ક્યાંયે ન જડ્યું,

રૂડું રૂપાળું મારું એ પહેલાનું ગામડું,

ખબર પડી એ તો યાદોના પરપોટામાં થી ભળી ગયું હવામાં,

સદનસીબે વસ્યું દરેક

અનાવિલના હૃદયમાં.

પાનું -6

શ્રીમતી મમતા તેજસ નાયક

અસ્મિતા ગાન

દક્ષિણ ગુજરાતમાં અમે રહેનાર,

શૌર્યવાન પૂર્વજોના વારસદાર ,

મીઠી બોલી અમારી ને વિવિધ મિજાજ,

ક્યારેક મીઠાશ તો ક્યારેક તીખાશ,

અહીં છે ડાંગ કેરો વનપ્રદેશ,નદી, ડુંગર, પર્વત, શિવાલય ને ખેતર,

પર્યાવરણ પ્રેમીઓ ને કુદરતની કાયમ મહેર,

અહીં છે હીરા અને કાપડ બજાર, સાથે ઉદ્યોગધંધાની રોનક,

વિવિધ વાનગીઓના સ્વાદ મનમોહક,

વૈવિધ્યસભર ભીડમાંયે મળશે આતીથ્ય ની ચમક,

અહીં છે ઈતિહાસ,

દાંડી ને બારડોલીના સત્યાગ્રહનો,

મહાદેવભાઈ,મનુભાઈ જેવા વિરલાઓઓનો,

ભામાશા જેવા દાનવીર ને

નર્મદ, ભગવતી કુમાર એવા સાહિત્યકારોનો,

અહીં છે ભીલ, આદિવાસી,પારસી, ખારવા, ને બ્રાહ્મણ,

રહે સૌ હળીમળી, જાણે દૂધમાં સાકર ભળી,

સ્પર્શી જશે તમને આ સંસ્કૃતિ, પરંપરા અને

આધુનિકતાનો ત્રિવેણીસંગમ અપનાવશો

તમે પણ અસ્મિતાનો અભિગમ.

પાનું 7

ઓળખો અનાવિલ.

એક એવો માણસ

તેને જાણવો કેમ?

બોલેલું કરી બતાવે

અને બોલેલું પાળે

તેને જાણવો અનાવિલ.

બુદ્ધિમાં ચઢિયાતો

મેનેજમેન્ટનો ગુરુ

તેને જાણવો અનાવિલ.

દોસ્તી નિભાવી જાણે

દોસ્ત કાજ ઘસાઈ જાય

તેને જાણવો અનાવિલ.

પૂરી, વડાં, લાડવા ને

વાંકડા વહેવારે વગોવાયલો

તેને જાણવો અનાવિલ.

આઝાદી ચળવળ કાજે

પત્નીને જેલમાં જવા દે

તેને જાણવો અનાવિલ.

આઝાદી ચળવળમાં

રહ્યો સદા મોખરે

તેને જાણવો અનાવિલ.

અંગ્રેજો કહેતાં ગયેલાં

દેસાઈને રાખજો મોખરે

કુશાગ્ર બુદ્ધિશાળી

તેને જાણવો અનાવિલ.

સાચું બોલવું ભલે કટુ

ઈમાનદારીમાં અગ્રેસર

તેથી લાંચમાં નવ સમજે

તેને જાણવો અનાવિલ.

કુરિવાજો કરી દૂર

સ્ત્રીઓને કરી સ્વતંત્ર

તેને જાણવો અનાવિલ.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા.

બિલીમોરા.

વિભુતિબેન દેસાઈ ઘાસવાલા -બિલીમોરા