મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.

દેસાઈવડાના લોટના પાત્રા

પાત્રા

દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણો ની રીત

સામગ્રી :-

દેસાઈવડાનો લોટ (શેકેલો લોટ ) 3 વાટકી,અળવીના પાન 15 ,દહીં અડધી વાટકી,ગોળ-આમલી પલ્પ 1 વાટકી, આદું-2 ઈંચ ટુકડો, 4-5 તીખા લીલાં મરચા, 10 કળી લસણ, ધાણાજીરું- chmchi-3 ચમચી, હળદર-1 ચમચી, કાશ્મીરી મરચું -1 ચમચી, હિંગ 1 ચમચી, મીઠું અને તેલ

1)અળવી ના પાન કાળી દાંડીવાળા – સરખા ધોઈ, એની ડીંટી કાઢી લૂછી લેવા.

2) દેસાઈવડાના લોટ માટે :-

જાડા ચોખાની કણકી( વાટલો )અને તુવેરદાળ 3:1 ના પ્રમાણમાં અલગ અલગ શેકી જાડું ઢોકળા જેવું દળાવી લેવું.

3) ગોળ, આમલી ને પાણીમાં પલાળી પલ્પ લેવો -પ્રમાણસર

4) લોટને દહીં અને ગોળ આમલી તેમજ આદું મરચા, લસણ, મીઠું, હિંગ, ધાણાજીરું, ચપટી હળદર, બધું મિક્સ કરી ઢોસા જેવું ખીરું બનાવવું.એમાં બેત્રણ ચમચી તેલનું મોણ નાંખી ઢાંકી દેવું. અડધા કલાક મૂકી રાખો.પછી બધાં પાત્રા એ ખીરાના લોટથી થી ચોપડી લેવા. ત્યારપછી તમે એને મુઠીયાની જેમ ધીમા તાપે તેલ મૂકી વ્યવસ્થિત તળી લો.

અથવા

બાફીને ગોળ કાતરી કરી વઘારમાં રાઈ હિંગ, લસણ અને સફેદ તલ નાંખી વઘારી લો. આ ગરમ પાત્રાને બારીક કાપેલાં કાંદા અને લીંબુ નો થોડો રસ નીચવી ખાવાથી ખુબ tasty લાગે છે.

આ રીત પ્રમાણે બનાવેલાં પાત્રા ખુબ જ tasty લાગે છે.


વાચકો આપેલી link પર ક્લિક કરી you tube video માં પાત્રા બનાવવાની રીત જોઈ પણ શકે છે